સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતરકોલેજ બાસ્કેટબોલ ભાઈઓ સ્પર્ધા ૨૦૨૧

શારીરક શિક્ષણ વિભાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજ એચ. & એચ.બી.કોટક ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ કોલેજ રાજકોટ બાસ્કેટબોલ ભાઈઓ આંતરકોલેજ સ્પર્ધાનું સફળ આયોજન.

આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજ એચ. & એચ.બી.કોટક ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ કોલેજ રાજકોટ બાસ્કેટબોલ ભાઈઓઆંતરકોલેજ સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં  ૦૮ (આઠ)  કોલેજ અને ૦૩ કોલેજ (ડાઇરેક્ટર સિલેકશન)  વિવિધ ટીમોએ ભાગ લીધો હતો અને કુલ વિદ્યાર્થી    ભાઈઓએ    ભાગ લીધો હતો. આ સમગ્ર સ્પર્ધાના નિરીક્ષક તરીકે હુમન રાઈટ્સ ભવનના અધ્યક્ષશ્રી  ડીનશ્રી ડો. રાજુભાઈ  દવે ઉપસ્થિત રહ્યા હતા, તેમજ મુખ્ય મહેમાન તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માન.ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણી સાહેબ તથા સિન્ડીકેટ સભ્યશ્રી ડો. ગીરીશભાઈ ભીમાણી ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાની શરૂઆત સવારે ૦૮:૩૦  વાગે  થઇ હતી, જેમાં પ્રથમ મેચ ધર્મેન્દ્રસિંહજી કોલેજ રાજકોટ અને સી.ઝેડ.એમ ગોસરાણી કોલેજ જામનગર  વચ્ચે શરૂઆત થઈ, વિદ્યાર્થીની ઓના બહોળા ઉત્સાહ સાથે બાસ્કેટબોલ રમત  શરૂઆત  કરેલ. 

        સ્પર્ધાના અંતે વ્યક્તિગત એન્ટ્રીઓને ધ્યાને લઈ પૂર્ણ થયા બાદ આંતર યુનિવર્સિટી સ્પર્ધાઓ માટે યુનિવર્સિટીની ટીમ નિયત કરવા સિલેક્શન સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું. પસંદગી સમિતિના સભ્યોએ કુલ ૯૬ વિદ્યાર્થીની ભાઈઓમાંથી ૧૮ વિદ્યાર્થી ભાઈઓ  અને  ૦૬ રિઝર્વ વિદ્યાર્થી ભાઈઓનું  સિલેકશન આંતર યુનિવર્સિટી સ્પર્ધાઓ માટે પસંદ કરવામાં આવ્યા અને તેમની પસંદગી બાદ આંતર યુનિવર્સિટી સ્પર્ધા પહેલા કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવશે.

                                                                                                              સ્પર્ધાનું પરિણામ

ક્રમ

કોલેજનું નામ

ક્રાઈસ્ટ કોલેજ

ગ્રેસ કોલેજ રાજકોટ

એમ.પી.શાહ કોમર્સ કોલેજ સુરેન્દ્રનગર

 

સમગ્ર સ્પર્ધાનું સંચાલન ડો. સમીરભાઈ પરવાડીયા દ્રારા કરવામાં આવેલ હતું.  સ્પર્ધાના અંતે  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માન.ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણી સાહેબ અને શારીરિક શિક્ષણ વિભાગના નિયામક ડૉ. જતિન સોની સાહેબ,વગેરે  શારીરિક શિક્ષણ અધ્યાપકશ્રીઓએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપેલ હતી.

 


Published by: Physical Education Section

28-10-2021